એક દર્દી ડોકટર પાસે તબિયત બતાવવા ગયો અને ડોકટરને કહ્યુ કે સાહેબ 100 વર્ષ જીવવાનો કોઈ ઉપાય બતાવો. ડૉકટરે પૂછ્યુ કે ચા પીઓ છો ? દર્દીએ કહ્યુ કે સાહેબ આવડો થયો પણ ચાની ગંધ પણ નથી લીધી.
ડૉકટરે પૂછ્યુ કે કોફી પી ઓ છો ?
દર્દીએ કહ્યુ કે ના સાહેબ ક્યારે ય નથી પીધી.
ડોક્ટરે પૂછ્યુ કે કયારેક બીઅર કે વ્હીસ્કી લો છો ?
દર્દી થોડો ગુસ્સે થઈ ગયો અને કહે કે સાહેબ તમે આ કેવા સવાલો કરો છો મને 100 વર્ષ જીવવાના ઉપાય બતાવાના બદ્લે કેવા બેહુદા સવાલો કરો છો ?
તેમ છતાં ડોકટરે ઠંડા મિજાજે આગળ પૂછ્યુ કે ક્યારે ય નોનંવેજ ખાવ ખરા કે સ્ત્રીઓનો શોખ ખરો ?
હવે તો દર્દી પૂરેપૂરો ગુસ્સે થયો અને કહ્યુ કે સાહેબ તમારી પાસે કોઈ ઉપાય ના હોય તો ના પાડો પણ આવા ગંધારા સવાલો ના કરો.
છેવટે ડોકટરે કહ્યુ જો તમે મેં પૂછેલા કોઈ પણ સવાલ પ્રમાણે કંઈ કરતા નાહોય તો 100 વર્ષ જીવી ને કરવું છે શું ?