આજની જોક
એક ઓફિસમાં એક કર્મચારી મોડો આવતાં સાહેબે પોતાની કેબીનમાં બોલાવી મોડા આવવા બદલ ઠપકો આપ્યો અને મોડા આવવાનું કારણ પૂછતાં કર્મચારીએ કહ્યું કે “સાહેબ ! આજ એક કૌતુક બન્યું રસ્તામાં એક ચોક્ડી ઉપર પોલિસને બદલે ગધેડો ઉભો રહી ગયો હતો તેને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો તેથી ઓફિસ આવતા મોડું થઈ ગયું !”
સાહેબે કહ્યું કે “મીસ્ટર તમારાં કોઈ બહાના ચલાવી નહિ લેવામાં આવે. જો ઓફિસે સમયસર હાજર ના થઈ શકો તો છૂટા કરવા પડ્શે-શું સમજ્યા ?”
કર્મચારી-“પણ સાહેબ આ બહાનું નથી. આપ જાતે ખાતરી કરો. હજુ ગધેડો ક્યાંક આજુ બાજુમાં જ ફરતો હશે.”
સાહેબ વધુ ગુસ્સે થયા અને બોલ્યા “તમે મને શું સમજો છો હું તમને બરાબર ઓળખું છું કે તમે કેવા બહાના બાજ છો. શું હું ડફોળ છું ?”
કર્મચારી – “સર છેલ્લાં વાક્યમાંથી પ્રશ્નનાર્થ ચિન્હ કાઢી નાખો એટ્લે તમને સાચો જવાબ મળી જશે.”
સર્:- “હેં હું સમજ્યો નહિ , તમે શું કહેવા માંગો છો ?”
“છેલ્લા વાક્યમાંથી પ્રશ્નનાર્થ કાઢી નાખો એટલે તમને તમારી ઓળખ મળી જશે એમ કહેવા માગું છું” કર્મચારી એ કહ્યું.