Posted by: kamalkalpoo | February 4, 2009

આજની જોક

આપ સૌને હસતા અને મજાક કરતા રાખવા આજથી રોજ મારા બ્લોગ ઉપર એક જોક મૂકવાનો સંકલ્પ કર્યો છે આશા છે આપ સૌ મારા આ પ્રયાસને આવકારશો..

                                           આજની જોક

એક દંપતિની 10મી લગ્ન તિથી આવી રહી હતી એટ્લે પતિ-પત્નીએ નક્કી કર્યું કે આ વખતે આપણે બંને લગ્ન પહેલાં છૂપાઈને જે બાગમાં મળતા હતા તે જ બાગમાં અને તે જ બેંચ ઉપર બંને એ તેજ સમયે મળવું કે જેથી આપણને આપણાં જૂના રોમેંટિક દિવસોની યાદ તાજી થાય્ પતિ ઓફિસેથી છૂટી સીધો બાગમાં પહોંચશે અને પત્ની ઘરેથી બાગમાં સમયસર પહોંચી જશે તેમ નક્કી થયુ. લગ્નની તારીખ આવી અને નક્કી કર્યા મુજબ પતિ ઓફિસેથી સીધો બાગમાં પહોંચી અને બેંચ ઉપર પત્નીની રાહ જોવા લાગ્યો. પણ લાંબો સમય પસાર થઈ જવા છતાં પત્ની બાગમાં આવી નહિ.આથી પતિ મહાશય અકળાયા અને ધુંવા ફૂંવા થતા ઘેર પહોંચ્યા તો પત્નીને તૈયાર થયેલી જોઈ અને ગુસ્સાથી પુછ્યું કે બાગમાં નક્કી કર્યા પ્રમાણે કેમ નહિ આવી ? પત્નીએ કહ્યુ કે શું કરું બા એ ના પાડી !!!!!


Leave a response

Your response:

Categories